ચેક રિટર્ન કેસમાં સજા કાપી રહેલા વડોદરા સેન્ટ્રલ જેલના કેદીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે.ગતરોજ કોર્ટે પ્રિતેશ જાદવને દોઢ વર્ષની સજા અને 1.50 લાખ રૂપિયાના દંડનો હુકમ કર્યો હતો.કોર્ટના હુકમ બાદ પ્રિતેશને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો.જેલમાં બીજા જ દિવસે તબિયત લથડતા પ્રિતેશને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. જયા ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં કેદીનું મોત થતાં જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી.