કપરાડા: નાનાપોંઢા ખાતે રવી કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી ઉપસ્થિતિ રહ્યા
Kaprada, Valsad | Oct 14, 2025 વિકાસ સપ્તાહ અંતર્ગત નાનાપોંઢા ખાતે આયોજિત રવી કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય શ્રી જીતુભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂત ભાઈ-બહેનો સાથે સંવાદ કરી સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતા. આ અવસરે કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું. ધારાસભ્યશ્રીએ કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ડ્રોન ટેકનોલોજી, પ્રાકૃતિક ખેતી અને બાગાયત જેવા વિષયો પર આધારીત કૃષિ પ્રદર્શનીની મુલાકાત લઈને પ્રશંસા વ્યક્ત કરી હતી.