મુંદ્રાના ટુંડા પાસે ભંગારના વાડામાં ભીષણ આગ: આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા. કચ્છના મુંદ્રા તાલુકાના ટુંડા અને નાના ભાડિયા વચ્ચે આવેલ એક ભંગારના વાડામાં આજે સાંજના સમયે અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. ભંગારના જથ્થામાં પ્