પાદરા: પાદરામાં MGVCLનો મેગા ઑપરેશન: 40 ટીમોના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ
પાદરા તાલુકામાં MGVCL ની વિજિલન્સ ટીમ દ્વારા વીજચોરી વિરોધી અભિયાન હાથ ધરાયો હતો. કુલ 40 જેટલી ટીમો સાથે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ચેકિંગ કરવામાં આવ્યું. વિઝિલન્સની આ કામગીરી હેઠળ પાદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા આતી, સાધી, ભદારા, ભદારી, દારાપુરા, પાટોદ, ચાણસદ, સંગમા તથા આસપાસના ગામોમાં પોલીસ દળની મદદથી દરોડા પાડવામાં આવ્યા. ચેકિંગ દરમિયાન અનેક સ્થળોએ થી લાખો રૂપીયા મૂલ્યની વીજ ચોરી ઝડપાઈ હતી. અધિકારીઓએ નિયમ મુજબ કાયદેસર કાર્ય