બાવળા: વૌઠાના મેળામાંથી મોટર સાયકલ ચોરાયાની ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ
બાવળા તાલુકાના ધનવાડા ગામનો યુવક તેના મિત્રને લઈ મોટર સાયકલ ઉપર તા. 05/11/2025 ના સાંજે 6.30 વાગે વૌઠા ખાતે મેળામાં ગયો હતો. ત્યા ઝણંદ રોડ ઉપર પેટ્રોલ પંપ સામે મોટર સાયકલ પાર્ક કરી મેળામાં ગયા હતા. રાત્રે દોઢ વાગે મેળામાંથી પરત ફરી મોટર સાયકલ લેવા જતા મળ્યું ન હતું. આથી સીટીઝન પોર્ટલ ઉપર ઈ એફ. આઈ. આર. નોંધાવી હતી. ત્યારબાદ તા. 09/11/2025 ના રોજ ધોળકા રૂરલ પો. સ્ટે. મા FIR નોંધાવી હતી.