જૂનાગઢ નગરપાલિકા માંથી 2002 માં મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યોને વર્ષો વીતી ગયા છતાં આજે પણ લોકોના કામ સ્ટાફની અછતના લીધે પુરા ન થતા હોવાની,વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, માત્ર 100 જેટલો સ્ટાફ નગરપાલિકા વખતે હતો જેમાંથી મોટા ભાગના અત્યારે નિવૃત્તિ પામ્યા છે જ્યારે હાલ આઉટ સોર્સ કર્મચારીઓ બિન અનુભવી હોવાથી લોકોને અનેક કામોમાં મુશ્કેલીઓ વેઠવી પડે છે.શાસક પક્ષને ભ્રષ્ટાચાર કરવામાં જ રસ હોવાથી ધ્યાન નથી આપતા તેમ વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે