રાજકોટ પૂર્વ: રાજ્યના 130 અધ્યાપકોને રિસર્ચ ફેલોશિપ મળી
રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંશોધન કાર્યોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ રિસર્ચ ફેલોશિપ યોજનામાં આ વર્ષે રાજ્યભરના વિવિધ યુનિવર્સિટીઓમાંથી કુલ 130 પ્રોજેક્ટોની પસંદગી કરવામાં આવી છે. આ પસંદગીમાં રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 7 અધ્યાપકોનો સમાવેશ થાય છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવની બાબત છે.