ઉધના: સુરતના ચોકમાં સસરાએ જમાઈને છાતીમાં ચપ્પુ મારી પતાવી દીધો: પુત્રી સાથે અવારનવાર ઝઘડો કરતો હતો
Udhna, Surat | Nov 22, 2025 સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ, નહેરુનગર ઝૂંપડપટ્ટી ખાતે એક સસરાએ પોતાના જ જમાઈની હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પુત્રી સાથે અવારનવાર ઝઘડો કરવાના મામલે ગુસ્સે ભરાયેલા સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી જમાઈનું મોત નીપજાવ્યું હતું. ઘટનાને પગલે આરોપી સસરાની ધરપકડ કરાઈ છે.તા. 21/11/2025ના રોજ સાંજના 7 વાગ્યાના અરસામાં ભરીમાતા રોડ, ફુલવાડી, નહેરુનગર ઝૂંપડપટ્ટી, મદીના મસ્જિદની સામેની ગલીમાં આ ખૂની ખેલ ખેલાયો હતો.