માણાવદર વિધાનસભા વિસ્તારના કોયલી ગામે ગ્રામ વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. સરકારશ્રીની ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલ નવા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો, પંચાયતના પદાધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, નવું પંચાયત ઘર નિર્માણ થતાં ગ્રામજનોને એક જ છત