કાલોલ શહેરની વૃંદાવન સોસાયટી પાસે સસ્તા બજાર નામની શોપ ચલાવતા પારેખ પરેશભાઈ એ એલર્જી રક્ષક નામની પ્રોડક્ટ એમેજોન ઉપર ઓર્ડર કરી હતી જેની ઓનલાઈન કિંમત રૂ. 735/- હોય તેની ચુકવણી કરી હતી.પરંતુ જયારે ઓર્ડર કરેલ પ્રોડક્ટ ગ્રાહક પાસે આવી ત્યારે તેની પ્રિન્ટેડ કિંમત રૂ. 370/- હતી.જેથી પરેશભાઈએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું મીડીયા સમક્ષ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે એમેજોન ઉપર તેની કમ્પ્લેન કરવા છતાં હજુ સુધી કોઈ જવાબ ન મળ્યો હોવાનું જણાવ્યું.