કાલોલ: રેફરલ હોસ્પિટલ પાસે સર્જાયો અકસ્માત, શહેરા ના એક યુવકનું મોત નિપજ્યું, જયારે અન્ય એક ઈજાગ્રસ્ત
<nis:link nis:type=tag nis:id=accidente nis:value=accidente nis:enabled=true nis:link/>
કાલોલના રેફરલ હોસ્પિટલ પાસે સવારે આઠ વાગ્યાની આજુબાજુ અકસ્માત સર્જાયો હતો. જેમાં શહેરા તાલુકાના ભેસાલ ગામના યુવકનું મોત નીપજ્યું છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરાનો આ યુવક હાલોલ GIDC મા આવેલ કોઈ કમ્પનીમાં કામ કરતો હતો અને આજે સવારે પોતાના ઘરે જતો હતો એ સમયે કાલોલ રેફરલ હોસ્પિટલ પહોંચતા આગળ જતાં કોઈ વાહન ચાલકે અચાનક બ્રેક મારતા ઉપરોક્ત બંને બાઈક ચાલકોએ બ્રેક મારતા અકસ્માત સર્જાયો હતો.