તળાજા: તળાજા પોલીસની મોટી સફળતા: મંદિર ચોરીના કેસમાં એક વર્ષથી ફરાર આરોપી સહિત બે ઝડપાયા, લાખોની ચાંદીનો મુદામાલ કબજે
પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વેળાવદર નજીક પાટીયા પાસે બ્રીજ નીચે ઉભેલા સુરેશભાઈ ઉર્ફે રાજુભાઈ વાધેલાને ઝડપી પાડ્યો હતો, જે લાંબા સમયથી પોલીસથી બચતો ફરતો હતો. આ ઉપરાંત કેસમાં સંડોવાયેલા બીજા આરોપી રાજેશભાઈ ભટ્ટીને રાજકોટમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. તેના પાસેથી ચોરીમાં ગયેલ આશરે એક લાખ રૂપિયાની કિંમતનો ચાંદીનો ઢાળીયો પણ કબ્જે કરવામાં આવ્યો છ