વેસુ લાલ ઘોડા સર્કલ નજીકથી 23 વર્ષીય પ્રિન્સ બથામ પોતાની મોપેડ લઈ ગુરુવારે પસાર થઈ રહ્યો હતો.જે વેળાએ અચાનક બાઈક આગળ પતંગનો કાતિલ દોરો આવી જતા તેનું ગંભીર રીતે ગળું ચીરાઈ ગયું હતું.તાત્કાલિક તેને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ગળાની નસો કપાઈ જવાના કારણે તેનું કરૂણ મોત નિપજ્યું હતું.યુવકના મોતના પગલે પરિવારમાં ભારે શોકની લાગણી ફરી વળી હતી.ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.