જૂનાગઢ: ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો માહોલ જામ્યો,"હર હર મહાદેવ"ના નાદ થી ભવનાથ ગુંજી ઉઠ્યું,આકાશી દ્રશ્યો સામે આવ્યા
જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો માહોલ જામ્યો છે.મેળાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આજથી વિધિવત રીતે શરૂ થયેલા મેળામાં માનવમહેરામણ ઉમટી પડ્યું છે."હર હર મહાદેવ"ના નાદ સાથે વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા મેળાનો પ્રારંભ કરાયો છે.આજથી શરૂ થયેલ શિવરાત્રી મેળાના પ્રથમ દિવસના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.