આ પ્રસંગે નવી સંસદ પરિસરમાં આવેલ રાજ્યસભાની વિઝિટર ગૅલરીમાં બેસીને ડિબેટ સંભાળવાની તક મળી. સંસદની રાજ્યસભાની કેન્ટીનમાં બપોરનું લંચ લેતી વખતે મારા ગમતા વક્તા અને રાજ્યસભા સાંસદ શ્રી મનોજ ઝા સાથે વાતચીત કરી તેમજ કેન્ટીનમાં હાજર અનેક પ્રખ્યાત સાંસદો સાથે મુલાકાત કરવાનું સૌભાગ્ય મળ્યું. આ સાથે ભારત દેશનું મહાન બંધારણ જે બંધારણ સભામાં બેસીને ઘડવામાં આવ્યું તે ભારતની કોન્સ્ટિટ્યુએન્ટ એસેમ્બલી સેન્ટ્રલ હોલની મુલાકાત લેવાનો અવસર મળ્યો.