નખત્રાણા: નખત્રાણા પાસે વાહને ટક્કર મારતાં મોપેડચાલક યુવતી ઘવાઇ
નખત્રાણા પાસે અજાણ્યા વાહને ટક્કર મારતાં મોપેડચાલક યુવતીને ઈજા થઈ હતી, તેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જડોદર કોટડા ગામની ૩૦ વર્ષીય સીમાબેન નરેન્દ્રસિંહ સરદાર તા. ૧૫નાં સાંજે ૬ વાગ્યાના અરસામાં મોપેડ લઈને નખત્રાણા પાસેથી પસાર થઇ રહી હતી. આ દરમ્યાન અજાણ્યા વાહને ટક્કર મારતાં પગમાં ફેક્ચર સહિત