મોરા ગામના ગામવાસીઓ દ્વારા જિલ્લા કલેક્ટર અને પો.કમી.નવી આવેદન,દૂષિત અને ગંદુ પાણી દરિયામાં ઠાલવતા હોવાનો આરોપ
Majura, Surat | Nov 25, 2025 મંગળવારે મોરા ગામ વિસ્તારના ગામવાસીઓ દ્વારા જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ગામસીઓએ જણાવ્યું હતું કે, મોરા ગ્રામ પંચાયત દ્વારા ખાડી મારફતે દુષિત અને ગંદુ પાણી દરિયામાં ઠાલવવામાં આવી રહ્યું છે.જેના કારણે અસંખ્ય માછલાઓના મોત નીપજ્યા છે. સ્થાનિક વિસ્તારના લોકોને ગંભીર બીમારીની દહેશત રહેલી છે. જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લેવાયા છે.ઈચ્છાપોર પોલીસ પથકના પીઆઇ કાયદાની ઉપરવટ જઈ દબાણ કરી રહ્યા છે.