ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કામરોલ તથા સાંગાણા પંથકમાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે. પંથકની સીમ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો અવારનવાર દેખાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ દીપડાએ નાના તેમજ મોટા પશુઓનું મારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત વાડી અને ખેતરોમાં દીપડાની આંટાફેરા વધતા ત્યાં કામ કરતા મજૂરો પણ