નાલસા, સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટની સૂચના મુજબ પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા ગોધરા જિલ્લા કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલત દ્વારા લાંબા સમય અને ખર્ચાળ કોર્ટ કેસોનું સમાધાનથી ઝડપી અને સુખદ નિરાકરણ લાવવામાં આવે છે. આ લોક અદાલતમાં પતિ-પત્નીના કૌટુંબિક વિવાદ, ચેક રીટર્ન, નાણાકીય વસુલાત, મિલકત વિવાદ, નાના ગુનાઓ તથા મોટર અકસ્માત વળતર જેવા 15 હજારથી વધુ કેસો મુકાયા હતા, જેમાં આશરે 12 હજાર કેસોમાં પક્ષકારો