આજ રોજ વાસણા ગામે નવીન પ્રાથમિક શાળામાં ₹2 લાખના ખર્ચે બ્લોક પેવિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાની દીકરીઓના હસ્તે આ વિકાસકાર્યનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ગામના સરપંચ સુભાષભાઈ સોઢા, તાલુકા સદસ્ય, અન્ય આગેવાનો અને પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.