ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ યુ મશી દ્વારા સંસ્કારધામ સ્કૂલ ખાતે એક મહત્વપૂર્ણ જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈપણ મુશ્કેલી કે સંજોગોમાં ગભરાયા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા તેમજ ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન અને ૧૮૧ અભયમ જેવી સેવાઓનો ઉપયોગ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સ્કૂલ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો