કુંકાવાવ: પોલીસ સ્ટેશનની મોઘીબા પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા કુલ-૧૫૦ વિદ્યાર્થીઓની એ.સ.પી. દ્વારા મુલાકાત
વડીયા પોલીસ સ્ટેશનની મોઘીબા પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા કુલ-૧૫૦ વિદ્યાર્થીઓને રૂબરૂ મુલાકાત કરી ગુડ ટચ બેડ ટચની સમજ કરી અને બાળક સાથે જાતીય સતામણી તથા પોક્સો એકટ લગત માહિતી આપવામાં આવેલ તેમજ બાળક જાતીય સતામણીનો ભોગ બને તો પોતાના વાલી સાથે વાતચિત કરી અને પોલીસ સ્ટેશન ખાતે કઇ રીતે ફરીયાદ નોંધણી કરાવવી તે બાબતે સમજ કરી અને ચાઇન્ડ હેલ્પલાઇન નંબર-૧૦૯૮ થી તમામ બાળકોને જાગૃત કરવામાં આવેલ તેમજ સ્કુલના વિદ્યાર્થીઓને કોમલ શોર્ટ ફિલ્મ બતાવવામાં આવેલ હતી..