ડુમરા ગામ પાસે પૌરાણિક આણંદેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા 25 વર્ષથી નિવાસ કરી સેવા-પૂજા કરતા મહંત પ્રેમગીરીબાપુ ગુરુવારે બ્રહ્મલીન થયા છે. બાપુના દેવલોક પામવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ અબડાસા અને માંડવી તાલુકાના 80થી વધુ ગામોમાં રહેતા તેમના અસંખ્ય ભક્તો અને સેવક સમુદાયમાં શોકની લાગણી વ્યાપી હતી. આજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ બાપુ ને સમાધિ અપાઈ હતી. માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થયેલ છે.