ભુજ: ભુજ કલેકટરને પોલીસ પરિવાર દ્વારા આવેદન અપાયું , સ્થાનિકો જોડાયા
Bhuj, Kutch | Nov 25, 2025 વાવ થરાદ જિલ્લામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ જનતાની રજૂઆત કરતા સમયે જાહેરમાં ખરાબ ભાષાનો ઉપયોગ કરી પોલીસનું મોરલ ડાઉન કર્યું હતું. તેવો દાવો કરી કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યુબિલી સર્કલથી રેલી કાઢી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ધારાસભ્ય જાહેરમાં પોલીસની માફી માંગે અને જવાબદાર પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી.