પ્રાંતિજ: પ્રાંતિજ પંથકમાં ખેડૂતોએ શિયાળુ વાવેતર શરૂ કર્યું કમોસમી વરસાદની નિરાશા ભૂલીને નવી આશા સાથે વાવણીનો પ્રારંભ
પ્રાંતિજ પંથકમાં ખેડૂતોએ શિયાળુ વાવેતર શરૂ કર્યું કમોસમી વરસાદની નિરાશા ભૂલીને નવી આશા સાથે વાવણીનો પ્રારંભસાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત સમગ્ર તાલુકા પંથકમાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ પાકોના વાવેતરનો પ્રારંભ કર્યો છે.કમોસમી વરસાદને કારણે ખરીફ પાક નિષ્ફળ ગયા બાદ પણ ખેડૂતોએ હિંમત ન હારી રવિ પાક લેવા માટે કમરકસી છે.દિવાળી પછી થયેલા કમોસમી માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખરીફ પાકોમાં થયેલા નુકસાનને કારણે ખેડૂતો નિરાશામાં સરી પડ્યા હતા