જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો રાજ્ય સરકારના પ્રયાસોથી વિસ્તૃત ફલક પર યોજવા જઈ રહ્યો છે, ત્યારે જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રએ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ સંદર્ભમાં આજે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાની ઉપસ્થિતિમાં ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.