ઉમરગામ: ઉમરગામમાં ગારમેન્ટ કંપનીમાંથી બ્રાન્ડેડ કપડાની ચોરી, એકની ધરપકડ
ઉમરગામ જીઆઈડીસી ફેસ-રમાં મોના ગારમેન્ટ કંપનીમાં શનિવારે સ્પાઈકર બ્રાન્ડનું ઇન્સ્પેક્શન હોવાથી ફિનિશિંગ માસ્ટર અને ક્વોલિટી ઈન્સ્પેક્ટર ફિનિશિંગ ડિપાર્ટમેન્ટમાં ગયા હતા. આ સમયે ત્યાં કુલ ૫૭ કાર્ટૂન હતા, જે દરેક કાર્ટૂનમાં સ્પાઇકર બ્રાન્ડના ૬૦ નંગ શર્ટ મૂક્યા હતા. જેમાંથી બે કાર્ટૂન ઓછા હતા.