મહુવા: મહુવા તાલુકામાં મંજુર થયેલા લાખો ના કામોના ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરાયા.
Mahuva, Surat | Nov 16, 2025 મહુવા તાલુકાના પાંચ જેટલા ગામમાં આજે નવા મંજુર થયેલા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા.જેમાં કરચેલીયા ગામે બુહારી અંધાત્રી કલકવા ડુંગરી કરચેલીયા રોડ 325.88 લાખ,બામણિયા ખાતે 246.77,ફૂલવાડી ચોકડી 549.20,કાની 188.52,જ્યારે મઢી ખાતે 345.36 લાખની માતબર રકમોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.