પાદરા તાલુકાના નરસિંહપુરા ગામ ખાતે મહાલક્ષ્મી માતાજી મંદિર તેમજ બળિયાદેવ મહારાજ ના મંદિરે પાટોત્સવનો ભવ્ય આયોજ ન કરવામાં આવ્યો. આ ધાર્મિક પ્રસંગે પાદરા ના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢીયાર તથા વડુ જિલ્લા પંચાયત સીટના સભ્ય અર્જુનસિંહ પઢીયાર ઉપસ્થિત રહ્યા હતા. ગામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને માતાજીના દર્શન, પૂજા અને આરતી નો લાભ લઈ ભક્તિમય માહોલ સર્જાયો હતો.