ચોટીલા: ચોટીલામાં SMCનો સપાટો, 1.77 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો નાની મોલડી ગામ પાસેથી 28404 બોટલો સાથે રૂ. 2.13 કરોડનો મુદ્દામાલ
ચોટીલા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામ પાસે એક મોટા દારૂના જથ્થા પર દરોડો પાડવામાં આવ્યો છે. આ દરોડામાં વિદેશી દારૂની 28,404 બોટલો સહિત કુલ રૂ. 2.13 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 3 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવી હતી.જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 1,77,81,360/-આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, પોલીસે રૂ. 35,00,000/-ની કિંમતના બે વાહનો, 205 કપાસના કચરાના બંડલ જેની કિ