વાઘોડિયા: ખંડીવાળા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ માંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
જરોદ પાસેના ખંડીવાળા ગામેથી પસાર થતી નર્મદાની મેઈન કેનાલમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યા નો બનાવ સામે આવ્યો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડી વાલી વારસની શોધખોળ શરૂ કરી.