સોમવારે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા તાલુકામાં હાલમાં શિયાળુ પાકની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ખાસ કરીને યુરિયા ખાતરની જરૂરિયાત હોવાને લઈ ખાતર માટે વહેલી સવારથી જ લોકો લાઈન લગાવી દે છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ખેડબ્રહ્મા તાલુકામાં પૂરતું ખાતર ના મળતું હોવાને લીધે ખાતરની અછત ને લઈ ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ખાતર મળી રહ્યું નથી જેને લઈ વહેલી સવારથી જ શહેરમાં યુરિયા ખાતર લેવા મહિલાઓ સહિત ખેડૂતોની લાઈનો લાગી હતી