જૂનાગઢ: ઝાલણસર બસ સ્ટેન્ડ નજીકથી જૂનાગઢ જિલ્લા જેલના વચગાળાના જામીન પરથી ફરાર કેદીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્ક્વોર્ડ
જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ના ગુન્હાના કામનો આરોપી વચગાળાના જામીન મેળવી 7 દિવસની રજા પર ગયેલ હોય અને રજા પૂરી થતાં પરત જેલ ખાતે હાજર થવાના બદલે બારોબાર ફરાર થઈ ગયેલ હોય જે આરોપી હાલ જાલણસર બસ સ્ટેશન પાસે ઉભેલ હોવાની હકીકત મળતા બાતમી વાળી જગ્યાએ પેરોલ ફલો સ્ક્વોર્ડ ની ટીમે તાત્કાલિક પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન ફરાર આરોપી મળી આવેલ જેની પૂછપરછ કરતા પોતાનું નામ કિશન રવજી પરમાર રહે જાલણસર વાળો હોવાનું જણાવતા ઝડપી પાડવામાં આવ્યો છે.