રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સ્વ.પિતાશ્રી રમેશ સંઘવીનો ગુરુવારે જન્મ દિવસ હતો.જે જન્મ દિવસની ઉજવણી પરિવારે સેવાકીય કાર્યો થી કરી હતી.સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ સ્ટેમશેલ બિલ્ડિંગ પાસે બાળકો મહિલાઓને ફ્રૂટ તેમજ રમકડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હર્ષભાઈ સંઘવીના બહેન,માતા શ્રી સહિત પરિવારના અન્ય સભ્યોગન ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકીય પ્રવૃતિમાં સહભાગી બન્યા હતા.