જામજોધપુર: ખરાબ રોડ રસ્તાને લઈને ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ કરેલી પદયાત્રા રંગ લાવી
જામજોધપુર વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાઓના વિરોધમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને જાહેર જનતાએ ઈશ્વરીયાથી જામજોધપુર મામલતદાર કયેરી સુધી પદયાત્રા કરીને રસ્તાઓનું કામ કરવા મામલતદારને આવેદન આપ્યું હતું. જેને સફળતા મળી છે અને સરકારે જામ જોધપુર - લાલપુર વિસ્તારના કુલ 19 રસ્તા અને 3 માઈનોર બ્રિજના નવા નિર્માણ માટે 22 ટેન્ડર મંજૂર કરાયા છે અને ઘણા ખરા કામો શરૂ પણ થઈ ગયા છે