ધોળકા: શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ ધોળકા ખાતે જય વસાવડાનો " માં - બાપને ભૂલશો નહીં " કાર્યક્રમ યોજાયો
તા. 11/11/2025, મંગળવારે રાત્રે આઠ વાગે શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ,કલિકુંડ, ધોળકા ખાતે સામાજિક કાર્યકર માર્ગેશભાઈ મોદીના પિતા સ્વ. હસમુખભાઈ કાંતિલાલ મોદીના સ્મરણાર્થે " માં - બાપને ભૂલશો નહીં " વિષય પર જય વસાવડાના પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.