રાજકોટ પૂર્વ: રેસકોર્સ ખાતે આવતીકાલે બોલિવૂડ મ્યુઝિકલ નાઇટ, સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ગીતોની વણઝાર સાથે શ્રોતાઓને મંત્રમુ કરશે
રાજકોટ મહાનગરપાલિકા સ્થાપના દિવસના 52માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આવતીકાલે 19 નવેમ્બરને બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે ભવ્ય 'બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ'નું આયોજન કરવામાં આવ્યું છે. કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત ટંડન અને પરંપરા ટંડન પોતાના મધુર કંઠે શહેરીજનોને મંત્રમુગ્ધ કરશે.