સુરત શહેરના સરથાણા વિસ્તારમાં મારામારીની એક ઘટના સામે આવી છે. કિરણ ચોક પાસે પતંગની ખરીદી દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને તેમના ભાઈ વિવાદમાં સપડાયા છે. આ મામલે પોલીસે અલ્પેશ કથીરિયા સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ NC ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વરાછાના ભરતનગરમાં રહેતો ૨૭ વર્ષીય ચંદ્રેશ વિઠ્ઠલભાઈ ભાલીય બે મિત્રો સાગર ચૌહાણ અને અશ્વિન બારૈયા સાથે પતંગ ખરીદવા નીકળ્યા હતા.