સુરત: હોળીના તહેવાર નિમિત્તે વતનમાં ખુશીઓ વહેંચવા નીકળેલા એક યુવક માટે મુસાફરી કાળ સમાન સાબિત થઈ છે. સુરતના ઉધના રેલવે સ્ટેશનથી બિહાર જવા નીકળેલા ધીરજ પાસવાન નામના યુવકને ચાલતી ટ્રેનમાંથી કોઈ અજાણ્યા મુસાફરે ધક્કો મારી દેતા તે રેલવે ટ્રેક પર પટકાયો હતો. આ અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હજરા વિસ્તારમાં રહેતો ધીરજ પાસવાન ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન મુસાફરી કરી રહ્યો હતો.