કપડવંજની બોભા ચોકડી પર આવેલી હોટલમાં અપશબ્દો બોલતી ત્રિપુટીને હોટલ સંચાલકે ટોકતા ઝઘડો થયો હતો.જેમાં હોટલ માલિક યુવકે તમે હોટલમાં અપશબ્દો બોલશો નહી કહેતા ત્રિપુટીએ સંચાલકને અપશબ્દો બોલી માર માર્યો હતો જે બાદ હોટલમાં તોડફોડ કરી હતી.આ બનાવ અંગે આંતરસુબા પોલીસે ત્રિપુટી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.