સુરત રિંગરોડ ખાતે આવેલ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓની રૂબરૂ મુલાકાત લેતા વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ વિસ્તાર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ મુલાકાત દરમિયાન માર્કેટમાં કાર્યરત વિવિધ વેપારીઓ સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ અને તકલીફોને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી. સુરત સમગ્ર ભારત દેશનું સૌથી મોટું ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાય છે. તેમ છતાં વર્તમાન સમયમાં સુરતના ટેક્સટાઇલ વેપારીઓ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.