વાપી: વાપી મનપાની સોસાયટીઓને વિકાસ માટે અપીલ: 80 ટકા સુધીની રકમ રાજ્ય સરકાર ગ્રાન્ટ તરીકે પૂરી પાડે છે
Vapi, Valsad | Nov 20, 2025 વાપી મહાનગરપાલિકાએ શહેર અને વલસાડ જિલ્લાની ખાનગી સોસાયટીઓને વિકાસ કાર્યો માટે દરખાસ્તો કરવા અપીલ કરી છે. રાજ્ય સરકારની લોકભાગીદારી યોજના હેઠળ કરોડો રૂપિયાના કામોને મંજૂરી મળી શકે છે. મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર અશ્વિન પાઠકે સોસાયટીના પ્રમુખો, સેક્રેટરીઓ અને રહેવાસીઓને આ તકનો લાભ લેવા જણાવ્યું છે.