બાવળા: ધોળકા ખાતે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે Indian Bank ની નવીન શાખાને ખુલ્લી મુકાઈ
તા. 17/11/2025, સોમવારે સવારે 10 વાગે ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં સુરભી સોસાયટી સામે ઉગમ પ્લાઝામાં Indian Bank ની નવીન બ્રાન્ચને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ, મહામંત્રી મેહુલભાઈ રામી, બાવળાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, ભાજપના કાર્યકરો અને બેન્કના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.