ખેડા જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે ખાણખનીજ વિભાગે મોટી કાર્યવાહિ કરી છે. માહિતી મળતા જ જિલ્લાના અધિકારીઓ દ્વારા વાત્રક નદી વિસ્તારમાં અચાનક ચેકિંગ ડ્રાઇવ હાથ ધરાયો હતો. તપાસ દરમિયાન નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેત ખનન ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. અધિકારીઓએ સ્થળ પરથી ત્રણ ડમ્પર અને એક હિટાચી મશીન ઝડપી પાડ્યા છે. તમામ વાહનોને કબજે કરી વધુ તપાસ માટે ખાણખનીજ વિભાગના મથકે ખસેડવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસ મુજબ, બિનઅનુમોદિત રીતે રેતનું ખનન કરવામ