સુરત અને અન્ય રાજ્યની કાપડ બજારમાં વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર કુમાવત દંપતીને ક્રાઇ મ બ્રાન્ચે ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી પાડયું હતું. રાકેશને મુંબઇ પોલીસ અને તેની પત્ની મમતાદેવીને સલાબતપુરા પોલીસને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ માટે સોંપી દીધા છે.સાડી અને ડ્રેસ મટીરિયલનો જથ્થો ખરીદી કરી તેમને રાતા પાણીએ નવડાવનાર દંપતી હવે પોલીસ તપાસની વરુણીમાં છે. આ ઠગ દંપતી પાસેથી વધુ ગુનાઓની કબૂલાત થાય તેવી શક્યતા છે.