અકોટા વિધાનસભા વિસ્તારમાં વિકાસને વધુ વેગ મળ્યો છે. વોર્ડ નંબર 11 માં વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા,અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 11 માં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત ગત રોજ હતો.આ કાર્યક્રમમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતીતેમની સાથે વોર્ડ અધિકારી,તેમજ વોર્ડ નંબર 11 ના કોર્પોરેટરો સંગીતાબેન ચોક્સી,સાથે કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.