ભાભર ખાતે આવે આવેલી સુથારી તલાવડી ખાતે ગાંધીબાપુની જન્મ જયંતિ નિમિત્તે સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.આજરોજ 2 ઓક્ટોબરના રોજ ગાંધીબાપુની જન્મ જયંતી નિમિત્તે ભાભર રાધનપુર હાઇવે ઉપર આવેલ સુથારી તળાવ ખાતે આવેલા જોગમાયા મંદિરે ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાભર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તેમજ ભાભર નગરપાલિકાના સદસ્યો અને નગરપાલિકા કર્મચારીઓ સહિતનાઓ દ્વારા સુથારી તલાવની આજુબાજુથી સાફ સફાઈ કરાઈ હતી.