રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે રાત-દિવસ મહેનત કરી રહી છે, ત્યારે બીજી તરફ અમુક બેફામ નબીરાઓ દ્વારા કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં રાજકોટના જાહેર વિસ્તારમાં યુવાનોના એક જૂથ દ્વારા મારામારી કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસની કામગીરી અને કાયદાના ડર પર ગંભીર સવાલો ઊભા થયા છે.