કપરાડા: બાબરખડક ડુંગરી ફળિયામાં ટ્રાન્સફોર્મરમાં લાગી આગ : DGVCLની બેદરકારી સામે લોકરોષ
Kaprada, Valsad | Oct 31, 2025 બાબરખડક ડુંગરી ફળિયામાં 30 ઓક્ટોબર 2025ની મધરાતે ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધડાકા સાથે જ્વાળાઓ ઊઠતાં સ્થાનિકોમાં હડકંપ મચી ગયો હતો. ઘટના અંગે તાત્કાલિક જાણ છતાં ડીજીવીસીએલના કર્મચારીઓ કલાકો સુધી ઘટના સ્થળે ન પહોંચતાં લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. હાલ લોકોએ માંગ કરી છે કે ડીજીવીસીએલ તાત્કાલિક સમારકામ કરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરે.