જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં બાવીસી માતાજીના મંદિર પાસે રહેતી હીનાબેન હરિભાઈ પરમાર નામની 25 વર્ષની દેવીપુજક પરણિત યુવતીએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી આ બનાવ અંગે મૃતકના પિતા હરિભાઈ ઉકાભાઇ પરમારે પોલીસને જાણ કરતાં જામજોધપૂર પોલીસ સ્ટાફ બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી